UK સ્ટુડન્ટ વિઝા કેવી રીતે મળે
યુનિવર્સિટીની અનકન્ડિશનલ ઓફર સ્વીકાર્યા પછી યુનિવર્સિટી Confirmation of Acceptance for Studies (CAS) આપે છે. પછી ઓનલાઇન અરજી, વિઝા ફી અને Immigration Health Surcharge (IHS) ભરવાના, અને વિઝા એપ્લિકેશન સેન્ટરમાં બાયોમેટ્રિક્સ આપવાના.
ભારતથી 6 મહિના કે વધુ સમય માટે UK જતા અરજદારોએ Home Office માન્ય ક્લિનિકમાંથી TB ટેસ્ટ સર્ટિફિકેટ પણ આપવું પડે છે.
ખર્ચ અને ફંડ્સ
| ખર્ચ | રકમ (GBP) |
|---|---|
| સ્ટુડન્ટ વિઝા ફી (UK બહારથી) | £558 |
| Immigration Health Surcharge, દર વર્ષે | £776 |
| રહેવાનો ખર્ચ, લંડન બહાર | દર મહિને £1,171, 9 મહિના સુધી |
| રહેવાનો ખર્ચ, લંડનમાં | દર મહિને £1,529, 9 મહિના સુધી |
30 નવેમ્બર 2026 કે પછીની અરજીઓ માટે રકમ વધીને લંડન બહાર £1,203 અને લંડનમાં £1,570 દર મહિને થાય છે. પહેલા વર્ષની બાકી ટ્યુશન ફી પણ બતાવવી પડે. gov.uk પર વર્તમાન નિયમો તપાસો.
ધ્યાનમાં રાખવાની વાતો
28 દિવસનો નિયમ
પૈસા ઓછામાં ઓછા સતત 28 દિવસ ખાતામાં હોવા જોઈએ, અને આ સમયગાળો અરજીના 31 દિવસની અંદર પૂરો થવો જોઈએ.
CAS તપાસો
નામ, કોર્સ, તારીખો અને ભરેલી ફી સાચી છે કે નહીં, અરજી પહેલાં જુઓ.
ડિપેન્ડન્ટ્સ
મોટાભાગના ટોટ માસ્ટર્સ વિદ્યાર્થીઓ હવે પરિવારને સાથે લઈ જઈ શકતા નથી; આ મુખ્યત્વે પોસ્ટગ્રેજ્યુએટ રિસર્ચ કોર્સ માટે છે.
અંગ્રેજી
યુનિવર્સિટી જણાવે તે મુજબ IELTS કે અન્ય ટેસ્ટ, અને બધા માર્કશીટ-સર્ટિફિકેટ તૈયાર રાખો.
કોઈ પણ સાચો કન્સલ્ટન્ટ વિઝાની ગેરંટી આપી શકે નહીં. નિર્ણય હંમેશા વિઝા ઓફિસર લે છે. અમે તમારી અરજી સંપૂર્ણ, સાચી અને મજબૂત બને તેમાં મદદ કરીએ છીએ.
વારંવાર પૂછાતા પ્રશ્નો
UK અભ્યાસનો પ્લાન બનાવો
મફત કન્સલ્ટેશનમાં યુનિવર્સિટીની પસંદગી, ફંડ્સ અને વિઝા અરજી વિશે માર્ગદર્શન મેળવો.
